કેમ છો …

સમય ના હિંડોળે વાદળો માં ક્યાંક છુપાય ગયેલી આજે ફરી કઈ ક વિચારો ને લખી જાણવાનું મન આજ મને ફરી મારા બ્લોગ નો સહિયારું ખેચી લાવે છે કેમ છો બધા મજા માં જ હસો આજે કોઈ વિષય નથી બસ કેમ છો ના શબ્દો મૂકી જાવ છું .

Advertisements

માનવી નું અટહાસ્ય

માનવીનું જીવન માનવી પોતાના જીવન માં કઈક વિશેષ છે એમ તો ક્યારેક જીવન ને જીવું છું એવા વિચારો ના માયાજાળ માં ગુંચવાય ને જીવન ચક ને પસાર કરતો જાય છે . તો કેટલાક માનવી 108 કે 121 ના ઓમ નમઃ શિવાય ના જાપ કરશે જીવન ના કર્મો માં થી મુક્તિ મેળવવા માટે અને મન ના વિચાર થી સમજે છે કે એ જીવન ચક્ર થી મુક્ત થયી ગયો , છે શું આ એક વિચારો નું માયાજાળ જ ને જે અનેક ભ્રમ માં માનવી ને બાંધી ને રાખે તો અન્ય કર્મ થી બંધાતા એ બંધાયેલા માયાજાળ ને તોડી નવા વિચારો ને અપનાવે છે કયારેક માનવી નું આ હાસ્ય નાટ્ય ને જોયી ને ખુબ કુદરત પણ આનંદ માં આવી ને નાચી ઉઠે છે અને એ જ માનવી એ કુદરત ના હાસ્ય ને કુદરતી ની કલા સમજી ને કદાચ પોતાના નાટ્ય માં હસી નો ભાગીદાર બનતો હોય છે કેવું અજીબ છે આ કુદરત અંદ કુદરત સાથે જોડાયેલ આ માનવી નું જીવન બંને એક બીજા ને પોતાના થી જોડાયેલા સમજી ને એક બીજા ને નિહાળતા નિહાળતા જીવન વિતાવે છે વાહ રે વાહ જીવન

વસંત ની બહાર

જીવન ના પલ પણ એક અવાર નવાર આવતી રેહતી મોસમ ની જેવા છે . કયારેક સુકા પણું તો કયારેક વરસાદ સમી જીવન ને મેહ્કાવી જાય છે જન્મ થી મૃત્યુ સુધી નદી બની ને વેહતા આ જીવન માં ઘણા રંગો રંગાઈ જાય છે અને એમાં ક્યાંક હું પણ પોતાની જાત ને એ રંગો માં રગવાનું બાકાત નથી રાખતી કુદરત ના આ રંગો સાથે રંગાવું , હવા સાથે લેહારતા લેહારતા આજે જીવન ના ૨૪ વર્ષો કેમ ના વીતી ગયા , હૈ ઈશ્વરીય શક્તિ અને કુદરતી પરિબળો ઝાડ પાન આકાશ સુરજ ચાંદની તારાઓ નદી ની વેહતી ધારા ઓ સમુદ્ર નું એ વિશાલતા અને એની લેહરાતી લેહરો આ તમામ ને મારા હર્દય થી ધન્યવાદ કેહવા માંગું છું જે સમય સાથે મારા જીવન ના પલ માં મિત્ર બની મારા મન માં ઉદ્ભભવતા સવાલ ના જવાબ આપતા રહ્યા મન માં લહેરાતી આ ખુશી ઓ નો કોઈ પર નથી હું ખુબ જ ખુશી નો એહસાસ અનુભવું છું જયારે જયારે કુદરતી પરિબળો સાથે વિતાવેલ સમય ને યાદ કરું છું ત્યારે . 

ખરતા વિચારો

પાનખર ની જેમ માનવી ના જીવન માં પણ એના જીવન રૂપી ચિત્ર પટ પર વિચારો આવી ખરી જતા હોય છે . એમાં ના આજ ના પલ માં સામેલ થયેલા આ વિચારો ને હું અહિયાં અંકિત કરી રહી છું ને જીવન ની યાદો માં સામેલ કરી રહી છું

સહજ વિચારોના પળે જીવનના રંગે રંગાવું છું સમયના હિંડોળે હીંચકા હિલી જાણું છું , વિચારો ના વાયરા એ સમય ના હિંચકે કયારેક દુર ફેકી જવ છું તો કયાંક ડાળીએ ઝીલાય જાવ છું ,

સમય ના હિંડોળે ઝુલતા વિચારો ને નતમસ્તકે નમન કરી તરછોડી જાણું છું ને મન ના હાર્દ ને રજૂઆત કરી જાણું છું.

વિચાર્

મિત્રો,
આજે વિરામ ના પલે ફરિ એક વાર વિચારો ઝોખા નાખી રહયો છે તો ઘડીક તેને માણી લેવા મન વિભોર બની રહ્યુ છે સમય પાણી ના વહેણ ની જેમ વ્હેતો જાય છે એ સમય અને પાણી ના જોરે કયાક સમણા ઓ ઘર કરી જતા જેને લઇ ને મન હરખાય જતુ અને પવન ના હિંડોલે હિંડોલા ખાતુ તો કયારેક કઇ દુર ફેકાઇ જતુ આજે ફરી એક વાર પાણી ના ધીમા વહેણ ની જેમ વહેતા સમયે મન મા આશા ઓ કંકુ પગલા કરી જાય છે.
નાનપણ થી સાંભળતા આવીયા છે છે કે મન એ મંદિર છે જેમા સવાર સાંજ જ્ઞાનરુપિ દિવા ના જ્યોત થિ મન મા પ્રકાશ ફેલાવતા રેહવાનુ હોય છે જેથિ કરી ને મન મા અયોગ્ય વિચારો ના ઉદભ્વે આત્મા રુપિ મન ને પ્રાથના નિ ભુખ અને યોગ ધ્યાન થિ આરામ કેળવે છે …………………………………………..

સાથી મિત્ર

સમય ના સાથે બન્ધાય ગયેલા જીવન મા આજે એ સમજવુ મુશકેલ છે કે આપણા જિવન મા આપણા સાચા સાથી મિત્રો કોણ. સલાહકારો કેશે કે “પુસ્ત્કો જિવન ના સાથી મિત્રો છે.” આ વાત મા પણ તથ્ય રહેલુ છે પણ એને પણ કોઇ એક ચોકકસ સમય સાથે બાંધી દેવામા આવેલ હોય છે. તો એ વેહમ મા ના રેહતા જિવન મા દરેક બાબત વ્યકતિ એક બિજા પર આધારિત રેહવુ પડતુ હોય છે. અને નથી રેહ્તુ એને ખુદાર કહેવાય છે અને ખુદારી ખમીરી કેળવવા માટે સમજદારી અને સહનશીલતા ના જેના મા ગુણ હોય એ કેળવી જાણે છે. સમજદારી તો બધા પાસે હોય છે પણ સહનશીલતા ના શિખરો ઉભા કરવા એ આજ ના માનવી ની ગજા બહાર ની વાત છે. અને જેમની પાસે હોય છે તો એ માત્ર પુસ્તક ને જ સાચા સાથી મિત્ર બનાવી શકે છે. અને જેને એવુ લાગે કે સહનશીલતા નથી કે ઓછી થવા લાગી છે તો સમજવુ કે હવે તમારા જિવન મા કોઇ સાથિ મિત્ર ની ઉણપ વર્તાય છે.

ભગવાનની સુષ્ટિ

ભગવાનની શકતિ વિશે એક અનુયાયીના મનમાં શંકા હતી. લોકોના કહેવા મુજબ જો ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હાલતું એટ્લે તેની મરજી વગર હું પણ કંઇ ન કરી શકું. જો એમ હોય તો પછી મારા જીવનનુ પ્રયોજન શું ? આ શંકાના નિવારણ માટે તે ગુરુ પાસે ગયો. તેની વાત સાંભળી કંઇ પણ બોલ્યા વગર ગુરુ તેને આશ્રમના બગીચામાં લઇ ગયા અને એક ગુલાબના છોડ પાસે જઇ તેની એક કળી ચુંટી તેના હાથમાં આપતાં કહ્યું, ‘આ કળીને ખીલીને કુદરતી રીતે ગુલાબ થવાને હજી વાર છે પણ તું તેની પાંદડીઓને ઉઘાડી કળીનું ગુલાબના ફુલમાં પરિવર્તન કરી નાખ. હા, એટ્લું ધ્યાન રાખજે કે તેમ કરતાં એક પણ પાંદડી તુટ્વી ન જોઇએ. ‘ ગુરુનો આવુ કહેવાનો આશાય શુ હશે એનો ખ્યાલ ન આવ્યો પણ તેમની આમન્યા જાળવવી જરુરી હોઇ તેણે તે ક્ળી પોતાના હાથમાં લઇ એક પછી એક પાંદડીને ઉઘાડવાનો પ્રયત્ન કર્યો. ઘણી કોશિશ પછી પણ તે કળીને પાંદડી તોડયા વગર ગુલાબમાં પરિવર્તિત ન કરી શ્ક્યો. તે સમજી ગયો કે તેના માટે આ કામ અશક્ય છે. તેના માટે આ કામ અશ્ક્ય છેતેના આ કાર્ય ને નિહાળી રહેલા ગુરુ મંદ સિમ્ત સાથે બોલ્યા ,’ આ એક નાની રચના છે. તુ ઘણા પ્ર્યતન છતાં તેને કળીમાંથી સુંદર ફુલમાં બદલી ના શ્ક્યો. તેને તોડ્યા વગર નવું સ્વરુપ કેમ આપવું તેની તને જાણ નથી, જયારે પ્રભુ તે કામ આસાનીથી કરી શકે છે. જો એક કળીને ફુલ બનાવવાની પ્રકિયાની તને જાણ નથી તો તારી જિંદગીનું શું રહસ્ય છે અને પ્રભુ તારી પાસે શું કાર્ય કરાવવા માગે છે તેની તો તને કયાંથી જાણ્ હોય ? માટે ચિંતા છોડ અને જે પળે જેમ આદેશ મળે તેમ તારું કાર્ય કરતો રહીશ તો તું પ્રભુ ની શકિત અને તારા જિવન મા તારુ શુ તથ્ય છે તેને સમજી શકિશ. જેમ તે ગુલાબની કળી ને યોગ્ય સમયે તેને ઉછેરે છે તેમ તારા જિવન ને પણ તારા કર્મ ને આધિન જિવન નો માર્ગ અને યોગ્ય પાત્ર મળતા રહેશે’