ભગવાનની સુષ્ટિ

ભગવાનની શકતિ વિશે એક અનુયાયીના મનમાં શંકા હતી. લોકોના કહેવા મુજબ જો ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હાલતું એટ્લે તેની મરજી વગર હું પણ કંઇ ન કરી શકું. જો એમ હોય તો પછી મારા જીવનનુ પ્રયોજન શું ? આ શંકાના નિવારણ માટે તે ગુરુ પાસે ગયો. તેની વાત સાંભળી કંઇ પણ બોલ્યા વગર ગુરુ તેને આશ્રમના બગીચામાં લઇ ગયા અને એક ગુલાબના છોડ પાસે જઇ તેની એક કળી ચુંટી તેના હાથમાં આપતાં કહ્યું, ‘આ કળીને ખીલીને કુદરતી રીતે ગુલાબ થવાને હજી વાર છે પણ તું તેની પાંદડીઓને ઉઘાડી કળીનું ગુલાબના ફુલમાં પરિવર્તન કરી નાખ. હા, એટ્લું ધ્યાન રાખજે કે તેમ કરતાં એક પણ પાંદડી તુટ્વી ન જોઇએ. ‘ ગુરુનો આવુ કહેવાનો આશાય શુ હશે એનો ખ્યાલ ન આવ્યો પણ તેમની આમન્યા જાળવવી જરુરી હોઇ તેણે તે ક્ળી પોતાના હાથમાં લઇ એક પછી એક પાંદડીને ઉઘાડવાનો પ્રયત્ન કર્યો. ઘણી કોશિશ પછી પણ તે કળીને પાંદડી તોડયા વગર ગુલાબમાં પરિવર્તિત ન કરી શ્ક્યો. તે સમજી ગયો કે તેના માટે આ કામ અશક્ય છે. તેના માટે આ કામ અશ્ક્ય છેતેના આ કાર્ય ને નિહાળી રહેલા ગુરુ મંદ સિમ્ત સાથે બોલ્યા ,’ આ એક નાની રચના છે. તુ ઘણા પ્ર્યતન છતાં તેને કળીમાંથી સુંદર ફુલમાં બદલી ના શ્ક્યો. તેને તોડ્યા વગર નવું સ્વરુપ કેમ આપવું તેની તને જાણ નથી, જયારે પ્રભુ તે કામ આસાનીથી કરી શકે છે. જો એક કળીને ફુલ બનાવવાની પ્રકિયાની તને જાણ નથી તો તારી જિંદગીનું શું રહસ્ય છે અને પ્રભુ તારી પાસે શું કાર્ય કરાવવા માગે છે તેની તો તને કયાંથી જાણ્ હોય ? માટે ચિંતા છોડ અને જે પળે જેમ આદેશ મળે તેમ તારું કાર્ય કરતો રહીશ તો તું પ્રભુ ની શકિત અને તારા જિવન મા તારુ શુ તથ્ય છે તેને સમજી શકિશ. જેમ તે ગુલાબની કળી ને યોગ્ય સમયે તેને ઉછેરે છે તેમ તારા જિવન ને પણ તારા કર્મ ને આધિન જિવન નો માર્ગ અને યોગ્ય પાત્ર મળતા રહેશે’

Advertisements