કેમ છો …

સમય ના હિંડોળે વાદળો માં ક્યાંક છુપાય ગયેલી આજે ફરી કઈ ક વિચારો ને લખી જાણવાનું મન આજ મને ફરી મારા બ્લોગ નો સહિયારું ખેચી લાવે છે કેમ છો બધા મજા માં જ હસો આજે કોઈ વિષય નથી બસ કેમ છો ના શબ્દો મૂકી જાવ છું .

Advertisements

વસંત ની બહાર

જીવન ના પલ પણ એક અવાર નવાર આવતી રેહતી મોસમ ની જેવા છે . કયારેક સુકા પણું તો કયારેક વરસાદ સમી જીવન ને મેહ્કાવી જાય છે જન્મ થી મૃત્યુ સુધી નદી બની ને વેહતા આ જીવન માં ઘણા રંગો રંગાઈ જાય છે અને એમાં ક્યાંક હું પણ પોતાની જાત ને એ રંગો માં રગવાનું બાકાત નથી રાખતી કુદરત ના આ રંગો સાથે રંગાવું , હવા સાથે લેહારતા લેહારતા આજે જીવન ના ૨૪ વર્ષો કેમ ના વીતી ગયા , હૈ ઈશ્વરીય શક્તિ અને કુદરતી પરિબળો ઝાડ પાન આકાશ સુરજ ચાંદની તારાઓ નદી ની વેહતી ધારા ઓ સમુદ્ર નું એ વિશાલતા અને એની લેહરાતી લેહરો આ તમામ ને મારા હર્દય થી ધન્યવાદ કેહવા માંગું છું જે સમય સાથે મારા જીવન ના પલ માં મિત્ર બની મારા મન માં ઉદ્ભભવતા સવાલ ના જવાબ આપતા રહ્યા મન માં લહેરાતી આ ખુશી ઓ નો કોઈ પર નથી હું ખુબ જ ખુશી નો એહસાસ અનુભવું છું જયારે જયારે કુદરતી પરિબળો સાથે વિતાવેલ સમય ને યાદ કરું છું ત્યારે . 

ખરતા વિચારો

પાનખર ની જેમ માનવી ના જીવન માં પણ એના જીવન રૂપી ચિત્ર પટ પર વિચારો આવી ખરી જતા હોય છે . એમાં ના આજ ના પલ માં સામેલ થયેલા આ વિચારો ને હું અહિયાં અંકિત કરી રહી છું ને જીવન ની યાદો માં સામેલ કરી રહી છું

સહજ વિચારોના પળે જીવનના રંગે રંગાવું છું સમયના હિંડોળે હીંચકા હિલી જાણું છું , વિચારો ના વાયરા એ સમય ના હિંચકે કયારેક દુર ફેકી જવ છું તો કયાંક ડાળીએ ઝીલાય જાવ છું ,

સમય ના હિંડોળે ઝુલતા વિચારો ને નતમસ્તકે નમન કરી તરછોડી જાણું છું ને મન ના હાર્દ ને રજૂઆત કરી જાણું છું.

વિચાર્

મિત્રો,
આજે વિરામ ના પલે ફરિ એક વાર વિચારો ઝોખા નાખી રહયો છે તો ઘડીક તેને માણી લેવા મન વિભોર બની રહ્યુ છે સમય પાણી ના વહેણ ની જેમ વ્હેતો જાય છે એ સમય અને પાણી ના જોરે કયાક સમણા ઓ ઘર કરી જતા જેને લઇ ને મન હરખાય જતુ અને પવન ના હિંડોલે હિંડોલા ખાતુ તો કયારેક કઇ દુર ફેકાઇ જતુ આજે ફરી એક વાર પાણી ના ધીમા વહેણ ની જેમ વહેતા સમયે મન મા આશા ઓ કંકુ પગલા કરી જાય છે.
નાનપણ થી સાંભળતા આવીયા છે છે કે મન એ મંદિર છે જેમા સવાર સાંજ જ્ઞાનરુપિ દિવા ના જ્યોત થિ મન મા પ્રકાશ ફેલાવતા રેહવાનુ હોય છે જેથિ કરી ને મન મા અયોગ્ય વિચારો ના ઉદભ્વે આત્મા રુપિ મન ને પ્રાથના નિ ભુખ અને યોગ ધ્યાન થિ આરામ કેળવે છે …………………………………………..

વિચારો નુ પાદંડુ

સમય ના હિડોળે વિઝાતો માનવી ગોથા ખાતો ઝ્ઝુમતો જીવન નો આનંદ લેતો જાય છે તો ક્યારેક ઠોખર ખાઇ ને પસ્તાવો કરી જાય છે.

ખરી ગયેલ પાદંડા

સમય ના વ્હેણ મા જયારે પલ વિત તા જાય્ છે એમ વિતી ગ્યેલા કેટલાક પલો આજે મન ને હરખાવી જાય છે. હજી મને એ પલ યાદ છે જયારે નિશાળ ના પા પા પગલા ભર્યા તા અને એમા સહકાર આપનાર મારા નાના હતા જેમની પલકો મા મે મારુ આનંદમય & વ્હાલસોયુ બાળપણ વિતાવ્યુ સવાર ના પાગંરણે જયારે અમે માટીમા મોજ માણિ રહ્યા તા અને એવા મા બાપુ(ત્યારે અમે મમ્મી ના પપ્પા ને) નુ આવુ અને રમત મા મશગુલ અને બાપુ આવિ ને હાથે ઝાલી ને નિશાળ ના ચોપડે નામ ચઢાવી દિધુ જે આજે મારી ઓળખાણ તરીકે ગુંજે છે. ત્યારે જે મન ની કુતુહુલતા અને લય મન મા જે ઉમંગ વિખેરી જ્તા એજ ઉમંગ આજે પણ મન ને હરખાવી જાય છે.

સુવિચાર (via “જ્ઞાનનું ઝરણું”)

તમે સમય ને પાસ નથી કરતા સમય તમને પાસ કરી જાય છે. પોતાની જાત પરનો અવિશ્વાસ એજ તમારી નિષ્ફળતા નો પાયો છે. ઈશ્વર પ્રાપ્તિ નો એક જ રસ્તો તે માત્ર ભલાઇ જ છે. નિષ્ફળતા માં એક પ્રકારનું  શિક્ષણ છે કંઈપણ નવું કરવા માટેનું પ્રથમ પગથીયું છે. જેટલો સમય કોઈ કામની ચિંતા કરવામાં બગાડીયે છીએ તેટલો સમય તે કામ કરવામાં લગાડીએ તો ચિંતા જેવી કોઈ વસ્તુ આપણા જીવનમાં રહશે જ નહિ. ઈશ્વર ની નજરમાં પાપ કરનારા જેટલા દોષી છે તેના કરતાં વધારે તે જોનારા છે. જીવન એક રમત છે તેમા … Read More

via “જ્ઞાનનું ઝરણું”

સ્વ્ત્રંતા એને મળે છે જે  સ્વત્રંતા ને ચાહે છે.

વિચારો ની પાનખર

મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ તમને હું નહિ અનુસરું !
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ હું તમને દોરું નહિ !
મારી પડખે ચાલો ;
બસ , મારા સાથી બની રહો .