સપ્તરંગી જીવન્

જીવન ઇસ્વર પાસે થી મળેલ અમુલ્ય સોગાત છે જેને સમય અનુસાર જીવન ના પલો ને જે તે રંગ મા રંગાય ને જીવન ને રંગો થી સુશોભિત કરીયે છે ને સમય સાથે ફિકા પડી જતા રંગો ને ફરી અનેરા રંગો મા રંગી જીવન ના રંગો મા રંગાતા રહિયે છે. બસ એવા જ જીવન ના રંગો કયારેક સુખ તો કયારેક તકલીફ બની ને રંગ છ્લકાતા રહે છેૢ. માનવી ના જીવન મા આ રંગો પોતાના દ્વારા કારાયેલા કર્મો ને આધીન રંગાતા રહેતા હોય છે જીવન ના આ અનેક રંગો મા લહેરાતુ આ જીવન અતિરેક વ્હાલુ અને સોહામણુ લાગે છેૢ અને ઇસ્વર ની હુ આભારી રહિ છુ કે આ જીવન ના અનેક રંગો મા રંગવા માટે આ અમુલ્ય સોગાત આપી. અને મારા મન મા વસેલ આત્મા જે હમેશા મને સહાયકાર રુપે માર્ગ્દર્શન આપતુ રહે છે તેને ખીલેલુ રાખવા માટે મારા યથાર્થ કર્મ કર તી રહિશ અને જીવન ને મહેકાવતી ર્ હીશ.

Advertisements

માનવી

માનવી ઇસ્વર ની પ્રથમ પસંદગી નુ પાત્ર કહીએ તો ચાલે . મનુષ્ય એ એક એવુ પ્રાણી જેને ઇસ્વર એ વાચા આપી. દરેક પ્રાણી મા ચેતન રહેલો છે. ચેતન જયારે નવ મહિના ગર્ભ મા ઉછરી જ્યારે માનવી રુપે પ્રગટ થાય છે.ને એ ચેતન આત્મા રુપે માનવી મા જિવ બની બેસે છે એમ કહેવાય છે અને જ્યારે એ ચેતન શરીર ની ઇન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે એ ચેતન (આત્મા,જિવ) મન તરીકે ઓળખાય છે. અને એ મન જગત ની મોહમાયા મા ફસાય ને અનેક કર્મો કરતુ રહે છે. મનુષ્ય શરીર એ એક આકાર છે જે માનવી ના મન ને પ્રગટ કરે છે.

વિચારો નુ પાદંડુ

સમય ના હિડોળે વિઝાતો માનવી ગોથા ખાતો ઝ્ઝુમતો જીવન નો આનંદ લેતો જાય છે તો ક્યારેક ઠોખર ખાઇ ને પસ્તાવો કરી જાય છે.

ખરી ગયેલ પાદંડા

સમય ના વ્હેણ મા જયારે પલ વિત તા જાય્ છે એમ વિતી ગ્યેલા કેટલાક પલો આજે મન ને હરખાવી જાય છે. હજી મને એ પલ યાદ છે જયારે નિશાળ ના પા પા પગલા ભર્યા તા અને એમા સહકાર આપનાર મારા નાના હતા જેમની પલકો મા મે મારુ આનંદમય & વ્હાલસોયુ બાળપણ વિતાવ્યુ સવાર ના પાગંરણે જયારે અમે માટીમા મોજ માણિ રહ્યા તા અને એવા મા બાપુ(ત્યારે અમે મમ્મી ના પપ્પા ને) નુ આવુ અને રમત મા મશગુલ અને બાપુ આવિ ને હાથે ઝાલી ને નિશાળ ના ચોપડે નામ ચઢાવી દિધુ જે આજે મારી ઓળખાણ તરીકે ગુંજે છે. ત્યારે જે મન ની કુતુહુલતા અને લય મન મા જે ઉમંગ વિખેરી જ્તા એજ ઉમંગ આજે પણ મન ને હરખાવી જાય છે.

સુવિચાર (via “જ્ઞાનનું ઝરણું”)

તમે સમય ને પાસ નથી કરતા સમય તમને પાસ કરી જાય છે. પોતાની જાત પરનો અવિશ્વાસ એજ તમારી નિષ્ફળતા નો પાયો છે. ઈશ્વર પ્રાપ્તિ નો એક જ રસ્તો તે માત્ર ભલાઇ જ છે. નિષ્ફળતા માં એક પ્રકારનું  શિક્ષણ છે કંઈપણ નવું કરવા માટેનું પ્રથમ પગથીયું છે. જેટલો સમય કોઈ કામની ચિંતા કરવામાં બગાડીયે છીએ તેટલો સમય તે કામ કરવામાં લગાડીએ તો ચિંતા જેવી કોઈ વસ્તુ આપણા જીવનમાં રહશે જ નહિ. ઈશ્વર ની નજરમાં પાપ કરનારા જેટલા દોષી છે તેના કરતાં વધારે તે જોનારા છે. જીવન એક રમત છે તેમા … Read More

via “જ્ઞાનનું ઝરણું”

સ્વ્ત્રંતા એને મળે છે જે  સ્વત્રંતા ને ચાહે છે.

વિચારો ની ધારા

Zest is the secret of all beauty. Their is no beauty that is attractive without zest

જીવન માં ઉંમંગ અને ઉત્સાહ હોય ત્યારે જ તેનું સોંદર્ય  પેદા થાય  છે . અને માનવી આ બધું ક્યારે મેળવે છે જયારે એનું મન વિચલિત ના હોય અને શરીર સવ્સ્થ હોય . . . પણ શરીર ક્યારે પૂર્ણ હોય ?

લહેરાતુ જીવન “સબંધો” વિના ખોખલુ છે જીવન મા બંધાયેલ બધંન એ વ્ય્કતિનિ સાચી ઓળખાણ કરાવે છે. અને એજ સબંધો મા વિતેલુ જીવન જીવન ના સાચા રંગોમા રંગાય છે. કહેવાય ને કે સબંધો એ જિવન ની દિવાદાંડી સમાન છે. જે જીવનના માર્ગમા આવતી વ્ય્થાઓ મા એકમેક ને સભાંળી જતા હોય છે. અને જીવન મા ફરી સ્વાસ ભરી જાય છે. એ સંબંધો ને બનાવવા જેટલા આસાન છે એટલાજ એ સંબંધ માં બાંધી રાખવા મુશ્કેલ છે. કેમ કે સમય તો પરાવર્તિત છે જ પણ ત્યા માનવી નુ મન પણ એટલુ જ ઝોલા ખાતુ હોય છે જે માનવી પલ મા સહાયક બને છે. એજ કયારેક બાધા બની ઉભો રહે છે. માટે સંબંધ ને સાચવવા સાચી સમજણ કેળવણી અને પ્રેમ ની જરુર રહેતિ હોય છે.અને આ બાબતો ને કેળવવી આજના સમયમા ઘણી અસહ્ય છે.

માનવી ના જીવન ની સાચી કસોટી આજના સમય મા થતી જોવા મળે છે કેમ કે પલ પલ માં બદલાતા માનવી ના સંબંધો અને માનવીનુ મન આ બન્ને ના સંઘ્ષૅ થી પસાર થતુ જીવન માનવી ને જિવન મા થી બહાર ફગોટ તો જાય છે કા તો જીવન નુ સાચુ મુલ્ય મેળવી જાણે છે.

ઇસ્વરને  એટલી આશ કે . . .

“ના કશુ માંગુ તુ મારા હાથ ખાલી રાખજે

બસ સહેજ ખુદારિ ખુમારી ને ધિરજ આપજે.”

કહેવાય છે કે પ્ર્ત્યેક પદાર્થ જે અસતિત્વ મેળવે છે તેનુ અસતિત્વ નાશ્ પામે છે બસ એ જ વિચાર ને ધ્યાન મા લેતા આજે મન મા ઘર કરેલા વિચારોને આ પલમા જીવનના આ કોરા કાગળ પર રજુઆત કરી રહિ છુ.

Never Design your character like Garden
where, any one can walk . .
Design it like the sky where,
every1 aspires to reach AimHigh reach high..

વિચારો ની પાનખર

મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ તમને હું નહિ અનુસરું !
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ હું તમને દોરું નહિ !
મારી પડખે ચાલો ;
બસ , મારા સાથી બની રહો .